જો બંધ સપાટી પર $\oint_s \vec{E} \cdot \overrightarrow{d S}=0$, તો

  • [NEET 2023]
  • A

    સપાટીની અંદર વિદ્યુતક્ષેત્ર સમાન હોવું જરૂરી છે.

  • B

    સપાટીમાં પ્રવેશતી ક્ષેત્રરેખાઓની સંખ્યા તેમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જેટલી જ હોવી જોઈએ.

  • C

    સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ અચળ છે.

  • D

    બધા જ વીજભાર સપાટીની અંદર હોવા જરૂરી છે.

Similar Questions

$2.4\, m$ નો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા  $80.0\; \mu \,C/m^2$ છે. $(a)$ ગોળા પરનો વિદ્યુતભાર શોધો. $(b)$ ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફલક્સ કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ $|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}$ વાપરવામાં આવે છે.જ્યાં $\varepsilon_{0}$ શૂન્યાવકાશની પરમિટિવિટી, $A$ ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને $q_{enc}$ એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?

  • [JEE MAIN 2020]

જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?

ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?

$1\, mm$ ત્રિજ્યાના લાંબા સુરેખ તાર પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની પ્રતિ $cm$ લંબાઈ $Q$ દીઠ વિદ્યુતભાર $Q$ કુલંબ છે. $50\, cm$ ત્રિજ્યા અને $1\, m$ લંબાઈના તારથી સંમિત રીતે ઘેરાયેલો છે. નળાકાર ના પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફલક્સ .......... છે.