ચુંબકનો ટૂંકો ઈતિહાસ લખો.
લોખંડને પોતાની તરફ આકર્ષવાના ગુણધર્મને ચુંબક્ત્વ કહે છે અને આવો ગુણધર્મ ધરાવતાં પદાર્થને ચુંબક કહે છે. વ્યવહારમાં જુદાં જુદાં આકારના ચુંબકો તૈયાર કરવામાં આવે છે.
ચુંબકીય ઘટનાઓ સાર્વત્રિક પ્રકારની છે.
ઉત્કાંતિ થયા બાદ માનવજ્તી ઉત્પત્તિ થઈ એ પહેલાનું પૃથ્વી ચુંબકત્વ અસ્તિત્વ ધરાવે છે.
આપણી પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્નાંડમાં ચુંબક્ત્વ પ્રસરેલું છે.
મેગ્નેટ (ચુંબક) શબ્દ ગ્રીસમાં આવેલાં મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવ્યો છે. ઈ.સ. પૂર્વે $600$ ના ગાળામાં આ ટાપુ પર રહેતાં ભરવાડો ફરિયાદ કરતાં હતાં કे તેમના બૂટની નીચે આવેલી ખીલીઓના માથા અને લોખંડની આણીવાળી લાકડીઓ જમીન સાથે ચોંટી જતી હતી તેથી તેમને ચાલવામાં મુશકેલી પડતી હતી.
ટાપુના નામ 'મેગ્નેશિયા' પરથી બૂટ અને લાકડીઓ જમીન સાથે ચોંટી જવાની ઘટનાને અંગ્રેજીમાં 'મેગ્નેટ' અને ગુજરાતીમાં 'ચુંબક' તરીકે ઓળખવામાં આવે છે.
ગજિયા ચુંબક, પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ અને વિધુત ડાઇપોલની ક્ષેત્રરેખાઓ દોરો.
ચુંબકત્વ વિશે જાણીતા કેટલાંક ખ્યાલો જણાવો.
$(a)$ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે (દરેક બિંદુએ) દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય (તે બિંદુએ) ગોઠવાય છે (એક રેખસ્થ થાય છે). શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે ?
$(b)$ ટોરોઇડના ગર્ભ ભાગ $(Core)$ માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે ?
$(c)$ જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોત, તો ચુંબકત્વ માટેના ગૉસના નિયમમાં શું ફરક પડત ?
$(d)$ શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટૉર્ક લગાડે ? શું વિદ્યુતપ્રવાહ ધારિત તારનો એક ખંડ (વિભાગ) તે જ તારના બીજા વિદ્યુતપ્રવાહ ધારિત ખંડ (વિભાગ) પર બળ લગાડશે ?
$(e)$ ગતિમાન વિધુતભારોના કારણે ચુંબકીયક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો (પરિણામી) વિધુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) હોઈ શકે ?
ચુંબકત્વ માટે ગૉસનો નિયમ લખો.
કયા ટાપુ પરથી મૅગ્નેટ નામ અસ્તિત્વમાં આવ્યું? તે જાણવું ?