- Home
- Standard 11
- Biology
આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે નોંધ લખો.
Solution

$\Rightarrow$ આવૃત બીજધારીઓ કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો પુષ્પમાં વિકાસ પામે છે.
$\Rightarrow$ બીજ ફળમાં ઘેરાયેલાં હોય છે.
$\Rightarrow$ આવૃત બીજધારીઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ વિસ્તારમાં થતો મોટો સમૂહ છે. તેમનું કદ ખૂબ નાના (ઉદા., વુલ્ફીયા)થી લઈ ખૂબ ઊંચા વૃક્ષો (ઉદા., ઑસ્ટ્રેલિયામાં થતી નિલગીરી – $100$ મીટરથી વધારે) હોય છે.
$\Rightarrow$ તે આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી વ્યાવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે.
$\Rightarrow$ આવૃત બીજધારીઓનું વર્ગીકરણ : આવૃત બીજધારી વનસ્પતિઓ બે વર્ગોમાં વિભાજિત થાય છે :
$(i)$ દ્વિદળી વનસ્પતિઓ (Dicotyledons) અને $(ii)$ એકદળી વનસ્પતિઓ.
$(i)$ દ્વિદળી : દ્વિદળી વનસ્પતિઓના બીજમાં બે બીજપત્રો હોય છે.
$\Rightarrow$ પરનોમાં શિરાવિન્યાસ જાળાકાર અને પુષ્પો ચતુઃઅવયવી કે પંચાવયવિ હોય છે.
$(ii)$ એકદળી વનસ્પતિઓના બીજમાં એક જ બીજપત્ર, પરનોમાં સમાંતર શિરાવિન્યાસ આની પુષ્પો ત્રિઅવયવી હોય છે.
$\Rightarrow$ પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર હોય છે. દરેક પુંકેસર પાતળા તંતુ-યોજી અને ટોચના ભાગે પરાગાશય (Anther)નું બનેલું છે. પરાગાશયમાં અર્ધીકરણ થતાં પરાગરજ ઉત્પન્ન થાય છે.
$\Rightarrow$ સ્ત્રીકેસર બીજાશય (Ovary) પરાગવાહિની (Style) અને ટોચના ભાગે પરગાસન (Stigma)નું બનેલું છે. અંડકો બીજાશયથી ઘેરાયેલા હોય છે. અંડકોમાં અર્ધીકરણથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે, જેને ભૂણપુટ કહે છે. આથી ભૂણપુટનો પ્રત્યેક કોષ એકકીય હોય છે.
Similar Questions
$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ જાસૂદ | $(P)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ |
$(2)$ કેથેરેન્થસ રોઝિયસ | $(Q)$ લીંબુ |
$(3)$ બોગનવેલ | $(R)$ હીબીસ્ક્મ રોઝા સાઈનેન્સિસ |
$(4)$ સાઇટ્રસ લિમોન | $(S)$ બારમાસી |