જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.
બીજા વિશ્વયુદ્ધ પહેલાં કુદરતી રીતે મળી આવતા નિકોટીન જેવા રસાયણોનો ઉપયોગ અનેક પાકો માટે કીટકોના નિયંત્રણ માટે થતો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મેલેરિયા અને અન્ય જંતુઓ દ્વારા જયારે રોગો થવા લાગ્યા ત્યારે આ રોગોના નિયંત્રણ માટે $DDT$ ખૂબ જ ઉપયોગી રસાયણ પુરવાર થયું.
આમ બીજા વિશ્વયુદ્ધ પછી કૃષિમાં જંતુઓ, કૃન્તકો, નીંદામણ અને પાકોના વિભિન્ન રોગોના નિયંત્રણ માટે $DDT$ નો ઉપયોગ થવા લાગ્યો. કીટનાશકો મૂળસ્વરૂપે સંશ્લેષિત ઝેરી રસાયણો છે. એક જ પ્રકારના કીટનાશકોના વારંવાર ઉપયોગથી કીટકોમાં આ કીટનાશકો પ્રત્યે પ્રતિરોધ ક્ષમતા વધતી હોવાથી તે કીટનાશકોને બિનઅસરકારક બનાવે છે.
જયારે $DDT$ ની પ્રતિરોધકતામાં વધારો થવા લાગ્યો ત્યારે અન્ય કાર્બનિક વિષ જેવા કે આલ્ટીન અને ડાયએન્ડ્રીનનો કીટનાશક તરીકે ઉપયોગ થવા લાગ્યો. મોટાભાગના કાર્બનિક વિષ પાણીમાં અદ્રાવ્ય અને જૈવ અવિઘટનીય હોય છે. આવા વધુ અસરકારક કાર્બનિક વિષ આહારશૃંખલા દ્વારા નિમ્નપોષી સ્તરથી ઉચ્ચપોષી સ્તર સુધી સ્થાનાંતર પામે છે.
એસિડ વર્ષા ભારતમાં રહેલ મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.
એક ખેડૂત તેના ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યો છે. તે તેના ખેતરનો ઉપયોગ માછલીઓના પોષણ માટે જરૂરી ખોરાકના ઉત્પાદનમાં કરે છે. તેને કહેવામાં આવ્યું છે કે માછલીઓ માનવ વપરાશ માટે યોગ્ય નથી કારણ કે માછલીઓના કોષોમાં મોટી માત્રામાં જંતુનાશકો મળી આવ્યા છે. આ કેવી રીતે શક્ય બને ? સમજાવો.
નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?