વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વસંતકાષ્ઠ: વસંતઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે,

વસંતઋતુમાં પર્ણોની સંખ્યા વધે છે તેથી રસના વહન માટે વધારાની જલવાહિનીઓની જરૂર પડે છે.

આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંતકાષ્ઠ (Spring wood) કે પૂર્વકાષ્ઠ (Early Wood) કહે છે.

વસંતકાષ્ઠ આછા રંગનું તથા ઓછી ઘનતા (Lower Density) ધરાવતું હોય છે.

શરદકાષ્ઠ (Autumn) : શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ કાઇને શરદકાઇ (Autumn Wood) કે માજીકાષ્ઠ (Late Wood) કહે છે.

શરદકાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા (Higher Density) ધરાવે છે, 

વાર્ષિક વલયો (Annual Rings) : વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ એકાંતરે કેન્દ્રાનુવર્તી (Concentric) વલયોમાં દેખાય છે જે વાર્ષિક વલયો (Annual Rings) બનાવે છે. કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વાર્ષિક વલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે

Similar Questions

$..................$પરથી વૃક્ષનો અંદાજ આવે છે.

બાહ્યવલ્ક ............નો સમાવેશ કરે છે.

વાહિએધા એ એક વર્ષનશીલ સ્તર છે કે જે $.....$ અને $.....$ ને અલગ કરે છે.

તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.

રસકાષ્ઠ શું છે?