વાહક (સંવહન) પેશીતંત્ર વિશે નોંધ લખો.
વાહક પેશી તંત્ર જટિલ પેશીઓ જલવાહક અને અન્નવાહક પેશીનું બનેલું છે, જલવાહક અને અન્નવાહક ભેગી મળી વાહિપુલો બનાવે છે.
દ્વિદળી વનસ્પતિઓના પ્રકાંડમાં જલવાહક અને અન્નવાહક પેશીઓની વચ્ચે એધા (Cambium) હાજર હોય છે. એધાની હાજરીને કારણે આવા વાહિપુલો એ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક પેશીનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે એને તેથી તેમને વર્ધમાન વાહિપુલો (Open) કહેવાય છે.
એકદળી વનસ્પતિઓમાં, એધા હોતી નથી. આથી તેઓ દ્વિતીય, પેશીઓનું નિર્માણ કરતી નથી. તેથી તેઓને અવર્ધમાન (Closed) વાહિપુલો કહે છે.
જ્યારે વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર એકાંતરિક રીતે ગોઠવાયેલી હોય તો તેને અરીય (Radial) વાહિપુલ કહે છે. આવા વાહિપુલો મૂળમાં હોય છે.
સહસ્થ વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક પેશીઓ વહિપુલોની એક જ ત્રિજયા પર ગોઠવાયેલ હોય છે. આવા વાહિપુલો પ્રકાંડ અને પર્ણમાં સામાન્ય છે.
સહસ્થ વાહિપુલો સામાન્યતઃ ફક્ત જલવાહકની બહારની બાજુએ ગોઠવાયેલી અન્નવાહક પેશી ધરાવે છે.
વાયુછિદ્ર તેમાં સંકળાય છે.
દ્વિદળી મૂળમાં .......
વાયુરંધ્ર પ્રસાધન $=$
હવાછિદ્રો અને જલરંધ્ર વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.