બિંદુવતું ઋણ વિધુતભારના લીધે મળતાં વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર લખો.
પારાના એકસમાન દરેક $512$ ટીપાંઓને $2\, V$ ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... $V$ થશે.
મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?
ગોળાકાર કવચ માટે $V \to r$ નો આલેખ દોરો.
એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ $P$ આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $589.0\,V$ થી $589.8\, V$ જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે $60^o$ નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલું હશે?
$a$ અને $b$ (જ્યાં $a < b)$ ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે.બંને ગોળાઓ પર $100\,\mu C$ જેટલો ચાર્જ રહેલ છે, જો બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે તો નીચેનામાંથી ક્યું પરીણામ મળે?