- Home
- Standard 12
- Physics
બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.
Solution
બિંદુવત વિદ્યુતભારનું સ્થિત-વિદ્યુતસ્થિતિમાન $V =\frac{k Q }{r}$ અને વિદ્યુતક્ષેત્ર $E =\frac{k Q }{r^{2}}$ છે. તેમાં $k Q$ સમાન $\therefore V \propto \frac{1}{r}$ અને $E \propto \frac{1}{r^{2}}$
આમ, વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર એ અંતર $r$ સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે.
વિદ્યુતસ્થિતિમાનનું સમીકરણ $V =\frac{k Q }{r}$ દર્શાવે છે કે જો $Q$ ધન હોય, તો દરેક બિદુએ વિદ્યુતસ્થિતિમાન ધન મળે અને વધુમાં બિદુવત્ વિદ્યુતભારના કારણો કોઈ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન તેના અંતરના વ્યસ્ત પ્રમાણામાં છે એટલે કે વિદ્યુતક્ષેત્રની દિશામાં ધટે અને વિરૂદ્ધ દિશામાં વધે.
$Q$ વિદ્યુતભારનું $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E =\frac{k Q }{r^{2}}$ અને વિદ્યુતસ્થિતિમાન $V =\frac{k Q }{r}$
આમ,વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર એ અંતર $r$ સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે.
વિદ્યુતસ્થિતિમાનનું સમીકરણ $V =\frac{k Q }{r}$ દર્શાવે છે કे જો $Q$ ધન હોય, તો દરેક બિદું વિદ્યુતસ્થિતિમાન ધન મળે અને $Q$ ઋણ હોય,તો દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન ઋણ મળે છે.
વધુમાં બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે
વિદ્યુતક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં વધે.