- Home
- Standard 11
- Physics
યંત્રશાસ્ત્રનો વિકાસ કોને આભારી છે ? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો અને સમજાવો.
Solution
ગેલિલીયોએ કરેલા પ્રાયોગિક અવલોકનો પરથી મેળવેલા તારણોથી શરૂ કરીને યંત્રશાસ્ત્રના પાયાના ત્રણ નિયમો ન્યુટને આપ્યા જે ન્યુટનના નિયમો તરીકે ઓળખાય છે.જે યંગશાસ્ત્રના વિકાસને આભારી છે.
ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટનનું આરંભબિંદુ હતું.
ન્યૂટનને ગતિના પહેલા નિયમને નીચે મુજબ રજૂ કર્યો. "દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્યબળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે."
પદાર્થની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. આથી ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ સરળ ભાષામાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય.
"જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય, તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે."
આમ, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ છે.
આ નિયમ પરથી બળની વ્યાખ્યા નીયે મુજબ મળે છે.
“જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતાં પદ્યર્થના વેગમાં ફેરફાર થાય છે તે રાશિને બળ ક્હે છે." ટૂંકમાં, "જે ભૌતિક રાશિની અસર હેઠળ પદાર્થમાં પ્રવેગ ઉદ્ભભવે છે તેને બળ કહે છે."
ન્યૂટનના ગતિના પહેલા નિયમ પરથી બળનું મૂલ્ય જાણી શકાતું નથી તે તેની મર્યાદા છે.