વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિદ્યુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :

$(1)$ વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને અને પ્રસરણ દિશાને પણ લંબરૂપે હોય છે. કૅપેસિટરની ચાર્જિગ પ્રક્રિયામાં તેની અંદરના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર પ્લેટોને લંબરૂપે હોય છે અને સ્થાનાંતર પ્રવાહના

કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર બંધગાળાના પરિઘને સમાંતર અને પ્લેટની દિશામાં હોય છે તેથી $\overrightarrow E$ અને$\overrightarrow B$પરસ્પર લંબ હોય છે.

$(2)$ ધારો કે, સમતલ વિદ્યુતચુંબકીય તરંગ z-દિશામાં પ્રસરે છે, તો વિદ્યુતક્ષેત્ર $E_x$, એ $x-$અક્ષની દિશામાં છે અને તે આપેલ સમયે $z-$અક્ષ સાથે $sine$ વિધેય અનુસાર બદલાય છે અને ચુંબકીયક્ષેત્ર $B_y$, એ $y-$અક્ષની દિશામાં છે અને તે પણ $z$ અક્ષ સાથે $sine$ વિધેય અનુસાર બદલાય છે.

વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રો $E_x$, અને $B_y$, એકબીજાને અને પ્રસરણ દિશા $z$ ને લંબરૂપે છે તેથી $E_x$અને $B_y$ ને ગાણિતિક રીતે નીચે મુજબ લખી શકાય.

$E _{x}= E _{0} \sin (k z-\omega t)$

$B _{y}= B _{0} \sin (k z-\omega t)$$\quad \ldots$ (1)

$\therefore \overrightarrow{ E }= E x i+0 j+0 \hat{k}= E _{0} \sin (k z-\omega t) \hat{i}$

અને $\overrightarrow{ B }=0+ B y j+0 \hat{k}= B _{0} \sin (k x-\omega t) \hat{j}$

જ્યાં $k=$ તરંગ સદિશ (પ્રસરણ સદિશ)છે

$=\frac{2 \pi}{\lambda}\ldots (3)$

અને તે તરંગના પ્રસરણની દિશા સૂચવે છે.

$\omega=$ કોણીય આવૃતિ

તથા $\frac{\omega}{k}=$ તરંગની ઝડપ છે.

$\omega=c k\dots(4)$

જ્યાં,$c=\frac{1}{\sqrt{\mu_{0} \in_{0}}}$

જ્યાં $\omega=c k$ એ તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ છે.

904-s43

Similar Questions

$10\, cm^2$ જેટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણના લીધે લાગતું બળ કેટલું?

એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ હશે?

વિદ્યુતચુંબકીય તરંગો શેનું વહન કરતા નથી?

વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?

  • [AIEEE 2002]

કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા ?