$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે $4\%$ પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર $30 \,V/m$ હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......$ V/m$ હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $30$

  • B

    $10$

  • C

    $24$

  • D

    $6$

Similar Questions

$500\, MHz$ ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ $Y-$દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T$. છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે?

(પ્રકાશનો વેગ $\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)$

$\hat{ x }, \hat{ y }, \hat{ z }$ એ $x , y$ અને $z$ દિશાના એકમ સદીશ છે.

  • [JEE MAIN 2021]

વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત $\overrightarrow{\mathrm{E}}=\hat{i} 40 \cos \omega(\mathrm{t}-z / \mathrm{c})$ થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર. . . . . . . થશે.

  • [JEE MAIN 2024]

એક આવર્તકાળ $T$ જેટલા સમયમાં સરેરાશ વિકિરણ ફલક્સ ઘનતાનું મૂલ્ય $S = \frac{1}{{2c{\mu _0}}}E_0^2$ થી આપવામાં આવે છે તેમ બતાવો. 

પ્રકાશના કિરણને $E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)$ મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને $3 \times 10^{7}$ ${ms}^{-1}$ ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?

  • [JEE MAIN 2021]

ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર,

$E =\left\{(3.1 \;N / C ) \text { cos }\left[(1.8 \;rad / m ) y+\left(5.4 \times 10^{6} \;rad / s \right) t\right]\right\} \hat{ i }$ છે.

$(a)$ પ્રસરણ દિશા કઈ છે ?

$(b)$ તરંગલંબાઈ કેટલી છે ?

$(c)$ આવૃત્તિ $v$ કેટલી છે ?

$(d)$ તરંગના ચુંબકીય ક્ષેત્રની કંપવિસ્તાર કેટલો છે?

$(e)$ તરંગના ચુંબકીયક્ષેત્ર માટેનું સમીકરણ લખો.