એક કણ પર બે બળો લાગતાં હોય ત્યારે તેના સંતુલન માટેની શરત લખો. 

Similar Questions

$0.05 \,kg$ દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો.

$(a)$ તેની ઊર્ધ્વદિશામાંની ગતિ દરમિયાન

$(b)$ તેની અધોદિશામાંની ગતિ દરમિયાન

$(c)$ તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ. જો લખોટીને સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત ? હવાનો અવરોધ અવગણો.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2\, kg$ દળ ધરાવતા પદાર્થને $AB$ દોરી વડે લટકાવેલ છે. $2\, kg$ દળના બીજા છેડે તે જ પ્રકારની દોરી $CD$ બાંધેલી છે. નીચેની દોરીને આંચકા સાથે ખેંચવામાં આવે તો શું થાય ?

$4 \,kg$ દળ નાં એક બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી શિરોલંબ દિવાલની સામે બળ $F$ લગાડીને સ્થિર મુકેલો છે. તો લગાડવામાં આવતું બળ .......... $N$ છે? $\left(g=10 \,m / s ^2\right)$

જો તંત્ર પર લાગતું પરિણામી (Net) બળ શૂન્ય હોય તો

 $\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?

  • [AIEEE 2003]