- Home
- Standard 11
- Physics
જુદા-જુદા પ્રકારના સામાન્ય બળો જણાવો.
Solution

ગુરુત્વબળ,વિદ્યુતબળ અને ચુંબકીય બળ વગેરે ક્ષેત્રબળો છે.
પદાર્થને પકડીને ધક્કો મારીએ કે ખેંચીએ, ટેબલ પર પડેલો પદાર્થ, સળિયા વડે જેડાયેલું દઢ પદાર્થોનું તંત્ર, મિજાગરા અને અન્ય પ્રકારના ટેકા, ત્રીજા નિયમનું પાલન કરતાં જોડમાં ઉદ્ભવતાં બળો, ધન પદર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે ધન પદાર્થ પર લાગતાં ઉત્પલાવક બળો (જે તેણે સ્થાનાંતર કરેલા તરલના વજન જેટલું હોય), તરલમાં ગતિ કરતાં પદાર્થો પર. લાગતું શ્યાનતાબળ, હવાના લીધે લાગતું અવરોધ બળ વગેરે સંપર્ક બળો છે.
સંપર્ક બળના, સંપર્ક સપાટીને લંબ ધટકને લંબ પ્રતિકિયા કહે છે.
સંપર્ક બળના, સંપર્ક સપાટીને સમાંતર ધટકને ઘર્ષણ કહે છે.
આ ઉપરાંત દોરીના છેડા લટકાવેલ પદાર્થના લીધે દોરીમાં ઉદભવતું તણાવ જે પુન:સ્થાપક બળ છે.
જ્યારે કોઈ સ્પ્રિંગને બાહ્ય બળ વડે ખેંચવામાં આવે કે દબાવવામાં આવે ત્યારે તેમાં પુન:સ્થાપક બળ સ્પ્રિગમાં મૂળ
સ્થિતિમાં આવવા માટેનું બળ ઉદ્ભવે છે. પુન:સ્થાપક બળ નાના સ્થાનાંતર માટે સ્પ્રિગની લંબાઈમાં થતાં ફેફાર (વધારા અથવા ધટાડા)ના સમપ્રમાણમાં હોય છે. જેને $F =-k x$ થી લખાય છે જ્યાં $x$ એ લંબાઈમાં ફેરફાર (સ્થાનાંતર) અને $k$ ને
સ્પ્રિગનો બળ અચળાંક છે. પુન:સ્થાપક બળ, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. અતન્ય દોરી માટે બળ-અચળાંક ખૂબ મોટો હોય છે.
દોરીમાં ઉદ્દભવતાં પુન:સ્થાપક બળને તણાવ બળ કહે છે.
જુદાં-જુદાં સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુતબળોમાંથી ઉદ્ભવે છે.
સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુતભાર ધરાવતા ઈલેક્ટ્રોન્સ અને પ્રોટોનના બનેલાં છે અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુંઓના સંધાત વગેરેથી ઉદ્દભવતા સંપર્ક બળને વિદ્યુતભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુતબળના રૂપમાં જોઈ શકાય છે.