નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a$, $b$ અને $c$ ની કિંમતો દર્શાવો :
$(i)$ $2 x+3 y=4.37$
$(ii)$ $x-4=\sqrt{3} y$
$(iii)$ $4=5 x-3 y$
$(iv)$ $2 x=y$
$(i)$ $2x + 3y = 4.37$ સમીકરણને $2x + 3y -4.37 = 0$ સ્વરૂપે દર્શાવી શકાય.
અહીં $a = 2$, $b = 3$ અને $c = -\, 4.37$.
$(ii)$ સમીકરણ $x-4=\sqrt{3} y$ ને $x-\sqrt{3} y-4=0$ સ્વરૂપે દર્શાવી શકાય.
અહીં $a=1$, $b=-\,\sqrt{3}$ અને $c=-\,4$.
$(iii)$ સમીકરણ $4=5 x-3 y$ ને $5 x-3 y-4=0$ સ્વરૂપે દર્શાવી શકાય.
અહીં $a=5, b=-3$ અને $c=-\,4 .$
$(iv)$ સમીકરણ $2x = y$ ને $2x -y + 0 = 0$ સ્વરૂપે દર્શાવી શકાય.
અહીં $a = 2, \,b = -\,1$ અને $c = 0.$
$y= 3$ સમીકરણનું $(i)$ એક ચલમાં $(ii)$ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $2 x+3 y=9.3 \overline{5}$
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x + y = 4$
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(0,\,2)$
આકૃતિમાં દર્શાવેલા દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો :
$(a)$ આકૃતિ $(i)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=x$ $(iv)$ $y=2 x+1$
$(b)$ આકૃતિ $(ii)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=2x+4$ $(iv)$ $y=x-4$
$(c)$ આકૃતિ $(iii)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=2x+1$ $(iv)$ $y=2 x-4$