ફોટોનની ઊર્જાનું સૂત્ર લખો.
ફોટોનનું વેગમાન $2 \times {10^{ - 16}}gm-cm/sec $ હોય,તો ઊર્જા કેટલી થાય?
કોમ્પટન ઈફેક્ટ શેનું સમર્થન કરે છે ?
જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.
$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.
$B$. ફોટોનનો વેગ $c$ છે.
$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.
$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.
ફોટોઈલેકટ્રીક અસરમાં
$A$. ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
$B$. ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$C$. ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે.
$D$. ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે.
$E$. ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....