- Home
- Standard 12
- Physics
સ્થિતવિધુતભારને લગતાં સુવાહકોના અગત્યના પરિણામો લખો.
Solution
આ માટે નીયે મુજબના પરિણામો મળે છે.
$(1)$ સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
$(2)$ વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુતક્ષેત્ર, સપાટીને દરેક બિદુએ લંબ હોય છે.
$(3)$ સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકे નહી.
$(4)$ સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે.
$(5)$ વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુતક્ષેત $\overrightarrow{ E }=\frac{\sigma}{\epsilon_{0}} \cdot \hat{n}$ છે.
જ્યાં $\sigma$ = વિદ્યુતભારની પૃષ્ઠધનતા
$\epsilon_{0}=$ શૂન્યાવકાશની પરમિટિવિટી છે.
$\hat{n}=$ સપાટી પર બહારની તરફનો લંબ એકમ સદિશ છે.
$(6)$ કોઈ પણ સુવાહક્ની બખોલની અંદરના ભાગમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે કે, ઇલેક્ટ્રોસ્ટેટિક શીલડિંગ થાય છે.