એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
$(a)$ ઉષ્મા (Heat) :
$CaC{O_{3(s)}}\xrightarrow{{{\text{heat}}}}Ca{O_{(s)}} + C{O_{2(g)}}$
$(b)$ પ્રકાશ (light) :
$2AgC{l_{(s)}}\;\xrightarrow{{{\text{ Light }}}}2A{g_{(s)}} + C{l_{2(s)}}$
$(c)$ વિદ્યુત (Electricity) :
$2{H_2}{O_{(l)}}\xrightarrow{{{\text{ Electroly}}sis}}2{H_{2(g)}} + {O_{2(g)}}$
પદાર્થ $‘X'$ નું દ્રાવણ ધોળવા (White Washing) માટે વપરાય છે.
$(i)$ પદાર્થ $'X'$ નું નામ આપો અને તેનું સૂત્ર લખો.
$(ii)$ $(i)$ માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ $'X'$ ની પાણી સાથેની પ્રક્રિયા લખો.
વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
નીચે આપેલ પ્રક્રિયા માટેનાં વિધાનો પૈકી કયાં ખોટાં છે ?
$2 PbO _{( s )}+ C _{( s )} \longrightarrow 2 Pb _{( s )}+ CO _{2( g )}$
$(a)$ લેડ રિડક્શન પામે છે.
$(b)$ કાર્બન ડાયોક્સાઇડ ઑક્સિડેશન પામે છે.
$(c)$ કાર્બન ઑક્સિડેશન પામે છે.
$(d) $ લેડ ઑક્સાઇડ રિડક્શન પામે છે.
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?