નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન
એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
આકૃતિમાં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે ? આ વાયુનું નામ દર્શાવો.
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.
$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$
$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$