ડાયબોરેનની બનાવટ લખી તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બનાવટ :

ડાયઈથાઈલ ઈથરમાં $\mathrm{BF}_{3}$ ની $\mathrm{LiAlH}_{4}$ સાથેની પ્રક્રિયા બનાવી શકાય છે.

$4 \mathrm{BF}_{3}+3 \mathrm{LiAlH}_{4} \rightarrow 2 \mathrm{~B}_{2} \mathrm{H}_{6}+3 \mathrm{LiF}+3 \mathrm{AlF}_{3}$

પ્રયોગશાળામાં $\mathrm{NaBH}_{4} ન \mathrm{I} \mathrm{I}_{2}$ સાથે પ્રક્રિયાથી બનાવી શકાય છે.

$\mathrm{I}_{2}+2 \mathrm{NaBH}_{4} \rightarrow \mathrm{B}_{2} \mathrm{H}_{6}+2 \mathrm{NaI}+\mathrm{H}_{2}$

ઔદ્યોગિક સ્તરે $\mathrm{B}_{2} \mathrm{H}_{6}$ નું ઉત્પાદન $\mathrm{BF}_{3}$ ની $\mathrm{NaH}$ સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે.

$2 \mathrm{BF}_{3}+6 \mathrm{NaH} \stackrel{450 \mathrm{~K}}{\longrightarrow} \mathrm{B}_{2} \mathrm{H}_{6}+6 \mathrm{NaF}$

ભૌતિક ગુણધર્મો :

અતિઝેરી રંગવિહીન વાયુ છે.

તેનું ઉત્કલનબિંદુ $180 \mathrm{~K}$ છે.

તે હવાના સંપર્કમાં આવતા સ્વયંભૂ સળગી ઊઠે છે.

રસાયણિક ગુણધર્મો :

બોરેન સંયોજનો પાણીમાં ઝડપથી જળવિભાજન પામી બોરિક એસિડ આપે છે.

$\mathrm{B}_{2} \mathrm{H}_{6(\mathrm{~g})}+6 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 2 \mathrm{~B}(\mathrm{OH})_{3(\mathrm{aq})}+6 \mathrm{H}_{2(\mathrm{~g})}$

ડાયબોરેન લૂઈસ બેઇઝ સાથે ખંડન પ્રક્રિયા કરીને બોરોન યોગશીલ નીપજ આપે છે.

$\mathrm{B}_{2} \mathrm{H}_{6}+2 \mathrm{CO} \rightarrow 2 \mathrm{BH}_{3} \cdot \mathrm{CO}$

ડાયબોરેન એમોનિયા સાથે પ્રક્રિયા કરી $\mathrm{B}_{2} \mathrm{H}_{6} \cdot 2 \mathrm{NH}_{3}$ બનાવે છે. જેને $\left[\mathrm{BH}_{2}\left(\mathrm{NH}_{3}\right)_{2}\right]^{+}\left[\mathrm{BH}_{4}\right]^{-}$વડે દર્શાવાય.તેને વધુ ગરમ કરતાં $\mathrm{B}_{3} \mathrm{~N}_{3} \mathrm{H}_{6}$ (બોરેઝિન) મળે છે. તેમાં $BH$ અને $\mathrm{NH}$ સમૂહો એકાંતરે આવેલા હોવાથી તેને આકાર્બાનક બેન્ઝિન કહે છે.

$3 \mathrm{~B}_{2} \mathrm{H}_{6}+6 \mathrm{NH}_{3} \rightarrow 2\left[\mathrm{BH}_{2}\left(\mathrm{NH}_{3}\right)_{2}\right]^{+}\left[\mathrm{BH}_{4}\right]^{-} \stackrel{\Delta}{\longrightarrow} 2 \mathrm{~B}_{3} \mathrm{~N}_{3} \mathrm{H}_{6}+12 \mathrm{H}_{2}$

921-s67g

Similar Questions

$BF _{3}$ માં $B-F$ બંધના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

ભેજવાળી હવામાં $AlCl_3$ ધુમાય છે, કારણ કે.......

એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.

બોરોન $(B)$ સમૂહનાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. 

જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ?