કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.
કાર્ય : બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતાં સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે.
$\therefore$કાર્ય $ =$ બળ $\times$ સ્થાનાંતર
જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન, વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ અને બળ અને સ્થાનાંતર લંબરૂપે હોય તો કાર્ય શૂન્ય.
ગતિઉર્જા:
ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા.
પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિઉર્જા કહે છે.
આથી, જો પદાર્થ વધારે ઝડપથી ગતિ કરતો હોય તો તેની ગતિઊર્જા વધારે અને ઓછી ઝડપથી ગતિ કરતાં પદાર્થની ગતિઊર્જા ઓછી.
ગતિઊર્જાની બીજી વ્યાખ્યા : પદાર્થના દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિઊર્જા કહે છે.
$\therefore$ ગતિઉર્જા $=\frac{1}{2} m v^{2}$
જ્યાં $m=$ પદાર્થનું દળ અને $v=$ પદાર્થની ઝડપ અથવા વેગ
$2 kg $ દળનો એક ટુકડો $x -$ અક્ષ સાથે મુક્ત રીતે ગતિ કરે છે. તે $t = 0$ સ્થાનેથી સ્થિર સ્થિતિએ છે. તે સમય બળ આધારિત આલેખની $x -$ દિશામાં ગોઠવાયેલો છે. બળ $F(t)$ સમય $t$ સાથે બદલાય છે જે આકૃતિમાં દર્શાવ્યું છે. $4.5$ સેકન્ડ પછી ટુકડાની ગતિ કેટલા ...$J$ હશે ?
એક માણસની ગતિઊર્જા તેનાથી અડઘું દળ ઘરાવતા છોકરાથી અડઘી છે.જો માણસની ઝડપમાં $ 1 m/s$ નો વઘારો કરવામાં આવે તો બંનેની ગતિઊર્જા સમાન થાય છે. માણસની મૂળ ઝડપ
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
$16 N/m$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $1 kg$ નો પદાર્થ લટકાવેલ છે.તેને $5 cm$ ખેંચીને મુકતાં તંત્રની ગતિઊર્જા શોધો ?
પદાર્થ પર કાર્ય થાય ત્યારે તેની ગતિઊર્જા ન વધે તેવું બની શકે ? ક્યારે ?