$\frac {k}{m}$ નું પારિમાણિક સૂત્ર લખો.
$m$ દળનો એક ટુકડો $k$ સ્પ્રિંગ અચળાંકવાળી એક સ્પ્રિંગ કે જેનો એક છેડો દિવાલ સાથે જોડાયેલ છે તેની વિરૂદ્ધમાં ધકેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટુકડો ઘર્ષણરહિત ટેબલ પર સરકે છે. સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ $l_0$ છે અને જ્યારે ટુકડો મુક્ત થાય છે ત્યારે તે તેની પ્રાકૃતિક લંબાઈની અડધી લંબાઈ જેટલી સંકોચાય છે તો ટુકડાનો અંતિમ વેગ કેટલો હશે ?
$100\, m$ ઊંચાઈએ થી $1\,kg$ દળ ધરાવતા પદાર્થને એક $3\, kg$ દળ ધરાવતા આધાર (platform) , કે જે $k=1.25 \times 10^6\,N/m$ જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $x$ જેટલું માલુમ પડે છે. $g=10\, ms^{-2}$ લઇ $x$ નું મૂલ્ય કેટલા ............ $\mathrm{cm}$ થશે?
$10 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર $0.2 m$ ખેંચાયેલી છે.તેને $0.25m$ ખેચવા માટે વધારાનું કેટલા ......$joule$ કાર્ય કરવું પડે?
$M $ દળનો બ્લોક $ K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર સાથે અથડાવાથી સ્પિંગ્રનું સંકોચન $ L$ થાય છે.તો બ્લોકનું અથડામણ પછીનું મહત્તમ વેગમાન કેટલું થાય?
એક બ્લોકને સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવેલ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી ઉપર $t=0$ સમયે વિરામ સ્થિતિમાંથી સમતોલન સ્થિતિમાં $x=0$ માંથી $x=10\,cm$ જેટલો ખેંચવામાં આવે છે. $x=5\,cm$ આગળ બ્લોકની ઊર્જા $0.25\,J$ છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $............Nm ^{-1}$ હશે.