3-2.Motion in Plane
medium

નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો. આ સમીકરણને કોણીય વેગ $(\omega )$ અને આવૃત્તિ $(v)$ ના રૂપમાં મેળવો. 

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ $\Delta t$ સમયગાળામાં $P$ થી $P'$ પર પહોંચે છે.
આ દરમિયાન કણ વર્તુળમાર્ગના કેન્દ્ર સાથે $\Delta \theta$ ખૂણો આંતરે છે.
$\Delta \theta$ ને કોણીય અંતર (અથવા કોણીય સ્થાનાંતર) કહે છે.
કોણીય ઝડપ$=$કોણીય સ્થાનાંતર/તે માટેનો સમયગાળો
$\therefore \quad \omega=\frac{\Delta \theta}{\Delta t}$
$\Delta t$ સમયમાં કણે કાપેલું રેખીય અંતર $\Delta s$ છે.નાના સમયગાળા માટે $PP ^{\prime}=\Delta s$ લઈ શકાય.
રેખીય ઝડપ $=$ રેખીય અંતર/તે માટેનો સમયગાળો 
$\therefore v=\frac{\Delta s}{\Delta t}$
 ખૂણો$=$ચાપ/ત્રિજ્યા,અનુસાર
$\therefore \Delta \theta=\frac{\Delta s}{ R }$
$\therefore \Delta s= R \Delta \theta$
$v= R \frac{\Delta \theta}{\Delta t}$
$\therefore v= R \omega$
કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ,
$a_{c}=\frac{v^{2}}{ R }$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.