વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ સદિશ $\overrightarrow{ A }$ ને ધન સંખ્યા $\lambda$ વડે ગુણતાં મળતાં સદિશનું મૂલ્ય $\lambda$ ગણું થાય છે. પરંતુ તેની દિશા સદિશ $\overrightarrow{ A }$ ની દિશામાં જ રહે છે.

$|\lambda \vec{A}|=\lambda|\vec{A}| \quad(\lambda>0)$માટે, 

ઉદાહરણ તરીકે $\overrightarrow{ A }$ ને 2 વડે ગુણવામાં આવે, તો આકૃતિ (a) માં દર્શાવ્યા મુજબ પરિણામ સદિશ $2 \overrightarrow{ A }$ થશે જેની દિશા $\overrightarrow{ A }$ ની દિશામાં જ હશે તથા માન $\overrightarrow{ A }$ ના માન કરતાં બમણું હશે.

ઉદાહરણ તરીકે $\vec{A}$ $-1$ અને $1 . 5$ વડે ગુણવામાં આવે, તો મળતાં પરિણમી સદિશ આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ મળશે.

દા.ત. : અચળ વેગનો સમય સાથેનો ગુણાકાર, સ્થાનાંતર સદિશ આપે છે.

$\vec{v}$ ના પરિમાણ $m / s$ છે અને $t$ ના પરિમાણ $s$ છે.

$\overrightarrow{v t}$ ના પરિમાણ $\frac{ m }{ s } \cdot s = m$ છે.

885-s53

Similar Questions

કોણીય વેગમાન એ 

નીચેનામાંથી એક્મ સદિશ શું ધરાવતો નથી ?

એક કણ ઊગમબિંદુ $(0,0) $ થી $(x, y)$ સમતલમાં સુરેખ પથ પર ગતિ કરે છે. થોડા સમયબાદ તેના યામ $(\sqrt 3 ,3)$ થાય છે. કણના ગતિપથે, $x-$ અક્ષ સાથે બનાવેલ કોણ ($^o$ માં) કેટલો હશે?

  • [AIPMT 2007]

સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું? સ્થાનાંતર સદિશનું માન કેટલું હોય છે ?

સદિશ $\overrightarrow A $ ના યામ $(3,\, 4)$ એકમ છે, તો તેનાં એકમ સદિશનું મૂલ્ય એક જ મળે તેમ દર્શાવો.