સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત (શીર્ષથી પુચ્છ રીત) સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવેલા બે સદિશો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ નો સદિશ સરવાળો ત્રિકોણની રીતે કરવો છે.

આ સદિશોની લંબાઈ સદિશોના માનના સમપ્રમાણમાં છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિશ્ચિત બિંદુ $O$ પસંદ કરો.

હવે $\overrightarrow{ A }$ ને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ, દિશા ન બદલાય અને તેનું પુચ્છ $O$ પર આવે.

$\overrightarrow{ B }$ ને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ, દિશા ન બદલાય અને તેનું પુચ્છ $\vec{\textrm{A}}$ ના શીર્ષ પર આવે.

$\vec{A}$ ના પુચ્છ $O$ અને $\vec{B}$ ના શીર્ષને જોડતો સદિશ $\overrightarrow{O Q}$ દોરો કે $\vec{A}$ અને $\vec{B}$ નો સદિશ સરવાળો છે.

$\overrightarrow{ OQ }=\overrightarrow{ R }=\overrightarrow{ A }+\overrightarrow{ B }$

આ પદ્ધતિમાં એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ ગોઠવાતું હોવાથી આ રીતને શીર્ષથી પુચ્છની રીત પણ કહે છે. સદિશોના સરવાળાની આ રીતમાં બે સદિશો અને તેમનો પરિણામી સદિશ દ્વારા ત્રિકોણની ત્રણ બાજુઓની રચના થતી હોવાથી તેને સદિશ સરવાળની ત્રિકોણની રીત પણ કહે છે.

સદિશ સરવાળાના બે ગુણધર્મો નીચે મુજબ છે :

$(1)$ સદિશોનો સરવાળો સમક્રમી છે.

$(2)$ સદિશોનો સરવાળો જૂથના નિયમને અનુસરે છે.

 

885-56

Similar Questions

સદિશોના સરવાળા માટેની બે રીતોના નામ આપો. તથા સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ લખો. 

લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે જોડો 

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2021]

સદિશોની બાદબાકી સમજાવો. 

એકબીજા સાથે $\theta$ કોણ બનાવતા બે એકમ સદિશો $\hat{A}$ અને $\hat{B}$ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે $?$

  • [JEE MAIN 2022]

કાર્તેઝિયન યામ પદ્ધતિમાં સદિશો
$ \vec a = 4\hat i - \hat j $ , $ \vec b = - 3\hat i + 2\hat j $ અને $ \vec c = - \hat k $ છે.
જ્યાં $\hat i,\,\hat j,\,\hat k$ એ અનુક્રમે $X,Y,Z$ ની દિશામાનો એકમ સદીશ છે તો તેના પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ $\hat r$ શું મળે ?