સદિશોના સરવાળા માટેની બે રીતોના નામ આપો. તથા સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ લખો.
બે સદિશોના મૂલ્યો અનુક્રમે $8$ એકમ અને $6$ એકમ છે. જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો
$(i)\,\theta = 0^o$,$(ii)\,\theta = 180^o$ $(iii)\,\theta = 90^o$ $(iv)\,\theta = 120^o$ હોય, તો આ સદિશના પરિણામી સદિશનું મૂલ્ય જણાવો.
જયારે સદિશ $\overrightarrow{ A }=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}$ ને બીજા એક સદિશ $\overrightarrow{ B }$ માંથી બાદ કરવામાં આવે છે ત્યારે તે $2 \hat{j}$ સદિશ જેટલું મૂલ્ય આપે છે. તો સદિશ $\overrightarrow{B}$ નું માન $............$ હશે.
અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ?
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. $\overrightarrow{A B}+\overrightarrow{A C}=n \overrightarrow{A O}$ હોય તો $n = $ ........