વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ $.......$ હોય છે.
ભ્રમણની અક્ષ પર
તેની ત્રિજ્યા પર કેન્દ્રથી દૂરની દિશામાં
તેની ત્રિજ્યા પર કેન્દ્ર તરફની દિશામાં
તેની સ્થિતિના સ્પર્શકની દિશામાં
$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.
$120$ પરિભ્રમણ/મિનિટના દરથી ફરતા પૈડાની કોણીય ઝડપ કેટલી હશે?
$3 \,m$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર $S = \frac{{{t^2}}}{2} + \frac{{{t^3}}}{3}$ હોય,તો $t = 2\;\sec $ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.
નિયમિત વર્તુળ ગતિ કરતાં કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બમણી કરતાં તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો.
નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં :
$(a)$ વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશાં વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે.
$(b)$ કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશાં તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે.
$(c)$ નિયમિત વર્તુળ ગતિ કરતાં કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ $0$ સદિશ હોય છે.