એક ખોખામાં $10$ કાળા રંગના અને $8$ લાલ રંગના દડા છે. તે ખોખામાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય તેની સંભાવના શોધો.
એન્ટી એરક્રાફટ ગન વડે દુશ્મનના વિમાનો પહેલાં, બીજા અને ત્રીજા પ્રહાર વડે તોડી પાડવાની સંભાવના અનુક્રમે $0.6, 0.7$ અને $0.1$ છે. તો ગન વડે વિમાનને તોડી પાડવાની સંભાવના કેટલી થાય ?
જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય, તો નીચેના પૈકી કઈ સાચી નથી.
જેની ઉપર પૂર્ણાકો $1, 2, 3$ લાલ રંગથી અને $4, 5, 6$ લીલા રંગથી લખેલ હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. પાસા પર મળતો પૂર્ણાક યુગ્મ છે તે ઘટનાને $A$ વડે તથા પાસા પરનો પૂર્ણક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને $B$ વડે દર્શાવીએ, તો ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે ?
$A$ અને $B$ બે ઘટનાઓ એવા પ્રકારની છે કે $P(A) = 0.54, P(B) = 0.69$ અને$P(A \cap B)=0.35$ $P \left( A ^{\prime} \cap B ^{\prime}\right)$ શોધો.