નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો :
$P(A)$ | $P(B)$ | $P(A \cap B)$ | $P (A \cup B)$ |
$\frac {1}{3}$ | $\frac {1}{5}$ | $\frac {1}{15}$ | ........ |
$P ( A )=\frac{1}{3}$, $P ( B )=\frac{1}{5}$, $P ( A \cap B )=\frac{1}{15}$
Here,
We know that $P ( A \cup B )= P ( A )+ P ( B )- P ( A \cap B )$
$\therefore P(A \cup B)$ $=\frac{1}{3}+\frac{1}{5}+\frac{1}{15}$ $=\frac{5+3-1}{15}$ $=\frac{7}{15}$
બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.05$ અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.10$ છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.02 $ છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થશે.
જેના પર $1$ થી $100$ નંબર લખેલા છે એવી લોટરીની $100$ ટિકિટો છે. યાર્દચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના મેળવો.
એક ખોખામાં $10$ કાળા રંગના અને $8$ લાલ રંગના દડા છે. તે ખોખામાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય તેની સંભાવના શોધો.
પેટી $A$ માં છ લાલ અને ચાર કાળા દડા છે અને પેટી $B$ માં ચાર લાલ અને છ કાળા દડા છે.જો એક દડો પેટી $A$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરી ને પેટી $B$ માં મુકવામાં આવે છે.અને પછી એક દડો પેટી $B$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરી ને પેટી $A$ માં મુકવામાં આવે છે.હવે જો એક દડો પેટી $A$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરતાં તે લાલ હેાય તેની સંભાવના મેળવો.
ત્રણ સિક્કાઓને એકસાથે ઉછાળવામાં આવે છે. ધારો કે ઘટના $E$ 'ત્રણ છાપ અથવા ત્રણ કાંટા', ઘટના $F$ 'ઓછામાં ઓછી બે છાપ' અને ઘટના $G$ 'વધુમાં વધુ બે છાપ.' મળે તેમ દર્શાવે છે. જોડ $(E, F), (E, G)$ અને $(F, G)$ પૈકી કઈ ઘટનાઓની જોડ નિરપેક્ષ ઘટનાઓની જોડ છે ? કઈ ઘટનાઓની જોડ અવલંબી છે ?