એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એધાવલય ક્રિયાશીલ બનતાં અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે.

મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિપક્વન પામે છે અને પરિવર્તી એધાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે.

સામાન્ય રીતે એધા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે. જેને પરિણામે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેનો સંઘટિત જથ્થો (Compact Mass) બને છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકાંડનો મુખ્ય ભાગ બને છે.

દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દબાણ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાઈ (Gradually Crushed) જાય છે.

પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી અને કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ (યથાવતુ) રહે છે.

એધા કેટલીક જગ્યાએ દ્વિતીયક અન્નવાહક અને દ્વિતીયક જલવાહકને બદલે અનુક્રમે બહારની અને અંદરની બાજુએ અરીય રીતે લંબાયેલી મૂદુત્તક કોષોની સાંકડી પટ્ટીઓ (Narrow Bands) બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જા કિરણો છે.

Similar Questions

ત્વક્ષૈધાનું કાર્ય ........ને ઉત્પન્ન કરવાનું છે.

ખોટું વિધાન પસંદ કરો.

છાલ વિશે જણાવો.

મધ્યકાષ્ઠ માટે શું સાચું?

શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.