6.Anatomy of Flowering Plants
easy

દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

વાહિએધાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવામાં સતત વધારો થવાથી બાહ્ય કબાહ્યકીય (Outer Cortical) અને અધિસ્તરીય સ્તરો પર દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષક કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ષનશીલ પેશી બને છે, તેને ત્વક્ષીય એધા કે ત્વક્ષૈધા (Cork Cambium or phellogen) કહે છે.

ત્વક્ષૈધા હંમેશાં બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષૈધા એ બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દીવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે, ત્વધા બંને બાજુએ કોષો ઉમેરે છે.

બહારના કોષો છાલ કે ત્વક્ષા (Cork or Phellen)માં વિભાજિત થાય છે. જયારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપવલા (Secondary Cortex or Phelloderm)માં વિભાજિત થાય છે.

સુબેરિનની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ બને છે.

દ્વિતીય બાહ્યકના કોષો મૃદુત્તકીય છે.

ત્વક્ષૈધા (Phellogen), ત્વક્ષા (Phellem) ઉપત્વક્ષા(Phelloderm) એકત્રિત થઈને બનતી રચનાને બાહ્યવલ્ક (Periderm) તરીકે ઓળખાય છે.

ત્વક્ષૈધાની ક્રિયાશીલતાને કારણે પરિઘવર્તી પ્રદેશ તરફ વધાથી બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આ સ્તરો મૃત બની ધીમે ધીમે નાશ પામે છે.

છાલ (Bar) : છાલ એ અપ્રવિધીય (Non-technical) શબ્દ છે કે જે દ્વિતીયક અન્નવાહક સહિત વાહિએધાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે.

પૂર્વછાલ : છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋણની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વછાલ (Early bark) કે નરમ છાલ (Soft bark) કહે છે. ઋતુની અંતમાં તે માજીછાલ (Late bark) કે સખત છાલ (Hard bark)માં પરિણમે છે.

વાતછિદ્રો (Lenticels) : વસૈધા નિયત જગ્યાએ (Certain regions) વિભાજન પામી વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુત્તક કોષો ઉત્પન્ન કરે છે. આ મુદ્દાકીય કોષો વરિત રીતે ભંગાણ (Rupture) પામી બહિર્ગોળ આકાર (Lens Shaped)ની ખુલ્લી રચના બનાવે છે. જેને વાતછિદ્રો (Lenticles) કહે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.