બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.
ગ્રેગર મેન્ડલ, સટન, મોર્ગન તેમજ અન્ય વૈજ્ઞાનિકોની પૂર્વ શોધના આધારે સ્પષ્ટ થયું કે મોટા ભાગના કોષોમાં કોષકેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે પણ આનુવંશિક દ્રવ્યની માહિતી માટેની સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નહોતી.
જનીનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેની શોધ $1926$ સુધી આણ્વિય સ્તરે પહોંચી.
ફ્રેડરિક ગ્રિફિથે $1928$માં ન્યુમોકોકસ બેક્ટરિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા.
જ્યારે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની (ન્યુમોકોક્સ) બેક્ટરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે કેટલાક લીસી ચળકતી કોષોની વસાહત $(S)$ જયારે કેટલાક ખરબચડી વસાહત $(R)$નું નિર્માણ કરે છે. આવું થવાનું કારણ $S$ સ્ટ્રેઇન ($S$ જાત) બૅક્ટરિયામાં શ્લેષ્મ (પોલિસેકેરાઇડસ)નું આવરણ હોય છે જયારે $R$ સ્ટ્રેઇનમાં આવું હોતું નથી. જયારે ઉંદરને $S$ સ્ટ્રેઇન (ઝરી) વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ન્યુમોનિયાના ચેપથી તે મૃત્યુ પામ્યા. પણ ઉંદરને $R$ સ્ટ્રેઇન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેઓને ન્યુમોનિયા થયો નહિ.
$S$ સ્ટ્રેઇન $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર મૃત્યુ રહ્યા.
$R$ સ્ટ્રેઇન $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર જીવંત પામ્યા.
ગ્રિફિથે બેક્ટરિયાને ગરમ કરીને મૃત કર્યા. તેણે જોયું કે ગરમ કરવાથી મૃત $S$ સ્ટ્રેઇન બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરાવવાથી ઉંદરનું મૃત્યુ ન થયું. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઇન અને જીવંત $R$ સ્ટ્રેઇનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું, તો ઉંદર મૃત્યુ પામ્યા. વધુમાં, આ મૃત ઉંદરમાંથી તેઓએ જીવંત $S$ બૅક્ટરિયા પ્રાપ્ત કર્યા
$S$ સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરાયેલ) $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર જીવંત રહ્યા.
$S$ સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરાયેલ) $+$ $R$ સ્ટ્રેઇન (જીવંત) $\longrightarrow$ ઉંદરમાં અંતઃક્ષેપણ $\longrightarrow$ ઉંદર મૃત્યુ પામ્યા.
ગ્રિફિથે તારણ કાઢ્યું કે $R$ - સ્ટ્રેઇન બેક્ટરિયા ગરમીથી મૃત કરાયેલા $S$ સ્ટ્રેઇન બૅક્ટરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે.
રૂપાંતરણ સિદ્ધાંત - કોઈક રૂપાંતરણ તત્ત્વ કે જે મૃત $S$ સ્ટ્રેઇનમાંથી $R$ સ્ટ્રેઇનમાં વહન પામે છે. જેને કારણે $R$ સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરે છે, જેનાથી તે ઝેરી બની જાય છે. જનીનિક દ્રવ્યનાં રૂપાંતરણથી જ આમ હોવાની શક્યતા જોવા મળે છે.
બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ?
હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?
એવો કયો અણુ છે જે બધી જીવન પ્રક્રિયાના વહન માટે બધી જ માહિતી ધરાવે છે?
જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?
ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો.