અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. તથા અવલોકનકાર એક હોય અને ગતિ કરતાં પદાર્થો બે હોય.
આકૃતિમાં એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતી બે જડત્વિય નિર્દેશ્ફ્રેમો $A$ અને $B$ દર્શાવી છે.
ધારો કે એક અવલોકનકાર $A$ માંથી અને બીજો અવલોકનકાર $B$ માંથી કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરે છે.
ધારો કે, $t$ સમયે ગતિ કરતાં $P$ કણનો, નિર્દેશફેમો $A$ અને $B$ ના ઊગમબિંદુની સાપેક્ષે, સ્થાન સદિશ અનુક્રમે $\overrightarrow{r_{ P , A }}=\overrightarrow{ OP }$ અને $\overrightarrow{r_{ P , B }}= O ^{\prime} P$ છે તથા $O$ ની સાપેક્ષે $O ^{\prime}$ નો સ્થાન સદીશ $\overrightarrow{r_{ AB }}=\overrightarrow{ OO ^{\prime}}$ છે.
આકૃતિ પરથી, $\overrightarrow{ OP }=\overrightarrow{ OO ^{\prime}}+\overrightarrow{ O ^{\prime} P }=\overrightarrow{ O ^{\prime} P }+\overrightarrow{ OO ^{\prime}}$
$\therefore \overrightarrow{r_{ P , A }}=\overrightarrow{r_{ B , A }}+\overrightarrow{r_{ P , B }}$
સમયની સાપેક્ષે વિકલન કરતાં,
$\therefore \frac{d}{d t}\left(\overrightarrow{r_{ P , A }}\right)=\frac{d}{d t}\left(\overrightarrow{r_{ P }, B }\right)+\frac{d}{d t}\left(\overrightarrow{r_{ B }, A }\right)$
$\therefore \overrightarrow{v_{ P , A }}=\overrightarrow{v_{ P , B }}+\overrightarrow{v_{ B , A }}$
$\overrightarrow{v_{ P , A }}$ એ નિર્દેશફ્રેમ $A$ની સાપેક્ષે $P-$કણનો વેગ,
$\overrightarrow{v_{ P ,B}}$ એ નિર્દેશફ્રેમ $B$ની સાપેક્ષે $P-$કણનો વેગ,
$\overrightarrow{v_{ P ,B}}$ એ નિર્દેશફ્રેમ $A$ની સાપેક્ષે નિર્દેશફ્રેમ $B$નો વેગ છે.
સમયના વિધેયના સ્વરૂપમાં કોઇ કણના સ્થાન સદિશ $\overrightarrow {R} = 4\sin \left( {2\pi t} \right)\hat i + 4\cos \left( {2\pi t} \right)\hat j$ વડે આપવામાં આવે છે, જયાં $R$ મીટરમાં, $t$ સેકન્ડમાં અને $\hat i$ અને $\hat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો.....
યોગ્ય રીતે આકૃતિ દોરી સાપેક્ષ વેગની (Relative velocity) સમજૂતી આપો.
સમતલમાં અચળ પ્રવેગથી થતી ગતિના સમીકરણો લખો.