$t = 0$ સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી $5.0 \hat{ i }\; m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે. $x-y$ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે $(3.0 \hat{ i }+2.0 \hat{ j })\; m / s ^{2} $ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. $(a)$ જ્યારે કણનો $x$ -યામ $84 \;m$ હોય ત્યારે $y$ -યામ કેટલો હશે ? $(b)$ તે સમયે કણની ઝડપ કેટલી હશે ?
વક્રમાર્ગ માટે તત્કાલીન વેગ કઈ દિશામાં હોય છે ?
જહાજ $A$ એ ઉત્તર-પૂર્વ દિશામાં $\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr$ વેગ થી સફર કરે છે. જ્યાં $\hat i$ એ પૂર્વ દિશા અને $\hat j$ એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ $A$ થી $80\, km$ દૂર પૂર્વ અને $150\, km$ દૂર ઉત્તર માં જહાજ $B$ એ પશ્ચિમ તરફ $10\, km/hr$ ની ઝડપે સફર કરે છે. $A$ એ $B$ થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... $hrs$ પહોચશે?
દ્વિ-પરિમાણ કે ત્રિ-પરિમાણમાં થતી ગતિ માટે વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો કેટલો ખૂણો હોઈ શકે ?