એક પદાર્થને $7\,m s^{-1}$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો કેટલી ઊંચાઈએ તેની ગતિ-ઊર્જા અડધી થશે ?
ધારો કે $h$ ઊંચાઈએ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઊર્જા કરતાં અડધી થાય છે.
$K =\frac{1}{2} \frac{ K _{0}}{2}$
$\therefore \frac{1}{2} m v^{2}=\frac{1}{2}\left(\frac{1}{2} m v_{0}^{2}\right)$
$\therefore v^{2}=\frac{1}{2} v_{0}^{2}$
પણ ઊર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટેનું સમીકરણ
$v_{2}^{2}-v_{0}^{2}=2 g h$
$\therefore \frac{1}{2} v_{0}^{2}-v_{0}^{2}=-2 g h$
$\therefore-\frac{1}{2} v_{0}^{2}=-2 g h$
$\therefore 2 g h=\frac{1}{2} v_{0}^{2}$
$\therefore h=\frac{v_{0}^{2}}{4 g}=\frac{49}{4 \times 9.8}$
$\therefore h=1.25 m$
બીજી રીત:
યાંત્રિક ઊર્જના સંરક્ષણના નિયમ પરથી, $E = K + V$
$\therefore$ અચળ $= K + V$
હવે જમીન પરના બિદુએે $h$ ઊંચાઈ પરના બિદુંએ
$K _{1}+ V _{1}= K _{2}+ V _{2}$
$\therefore K_{1}+0=\frac{K_{1}}{2}+V_{2}$
$\therefore V _{2}= K _{1}-\frac{ K _{1}}{2}$
$\therefore \quad V_{2}=\frac{K_{1}}{2}$
$\therefore m g h=\frac{1}{2}\left(\frac{1}{2} m v_{0}^{2}\right)$
$\therefore h=\frac{v_{0}^{2}}{4 g}$
$=\frac{(7)^{2}}{4 \times 9.8}$
$\therefore h=1.25\,m$
$V$ વેગથી જતી $m$ દળની ગોળી રેતી ભરેલ $M$ દળની થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.જો થેલી $h$ ઊંચાઇ પર જતી હોય,તો ગોળીનો શરૂઆતનો વેગ કેટલો થાય?
$m$ દળનો પદાર્થ $v$ વેગથી તે જ દિશામાં $ kv$ વેગથી જતાં $nm $ દળના પદાર્થ સાથે અથડાતા,પ્રથમ પદાર્થ સ્થિર થાય,તો બીજા પદાર્થનો વેગ
રેખીય વેગમાનના સંરક્ષણના નિયમને મૂળભૂત અને સાર્વત્રિક શાથી કહે છે ?
રેખીય સરળ આવર્તગતિ કરતા એક કણ માટે સ્થિતિઊર્જા વિધય $V(x)=$ $k x^{2} / 2$ આપેલ છે, જ્યાં $k$ દોલકનો બળ અચળાંક છે. $k=0.5\; N m ^{-1}$ માટે, $V(x)$ વિરુદ્ધ $x$ નો આલેખ આકૃતિ માં દર્શાવ્યો છે. દર્શાવો કે આ સ્થિતિમાં $1 \;J$ જેટલી કુલ ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ $x=\pm 2 m$ પહોંચે એટલે “પાછો જ ફરવો જોઈએ.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ વીજળીનાં વપરાશમાં $1$ યુનિટ એટલે .......... જૂલ કાર્ય.
$(b)$ $10\, m$ ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ $20\,\%$ ઊર્જા ગુમાવે તો તે ............. ઊંચાઈ પ્રાપ્ત કરી શકે.
$(c)$ $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર એક આકર્ષણ બળની અસર હેઠળ $U = - \frac{k}{{2{r^2}}}$ જેટલી સ્થિતિ ઊર્જા ધરાવે છે તો તેની કુલ ઊર્જા $=$ .......
$(d)$ $1\,\mu \,gm$ દળનું ઊર્જામાં રૂપાંતર કરતાં ........ ઊર્જા મળે.