બે ઘર્ષણરહિત રસ્તાઓ એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને $A$ પાસે મળે છે, જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે ( આકૃતિ ). શું બંને પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે ? શું બંને ત્યાં એકસરખી ઝડપથી પહોંચશે? સમજાવો. અહીંયાં $\theta_{1}=30^{\circ}, \theta_{2}=60^{\circ},$ અને $h=10\; m ,$ આપેલ હોય, તો બંને પથ્થરોની ઝડપ અને તેમણે લીધેલ સમય કેટલા હશે ?
$m $ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $v_0$ વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય છે.તો ગોળો કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
વિધાન: હેલિકોપ્ટર માં ફરજિયાતપણે બે પંખીયા તો હોવા જ જોઈએ.
કારણ: બંને પંખીયા હેલિકોપ્ટરનું રેખીય વેગમાન સંરક્ષે છે.
$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએથી મુક્તપતન પામી ઉપરથી $h$ અંતર જેટલો નીચે આવે ત્યારે તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ લખો.
ઊર્જા સંરક્ષણનો નિયમ શું નિર્દેંશ કરે છે?