શાળા, હૉસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનની ઝડપ પર નિયંત્રણ કરવા માટેનું અગત્યનું પરિબળ જણાવો.
વાહન માટે સ્ટોપિંગ અંતર (Stopping Distance) એટલે શું ? વાહનનો પ્રારંભિક વેગ બમણો કરીએ તો સ્ટોપિંગ અંતર કેટલું મળે ?
પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?
ગતિમાન પદાર્થનો સ્થાન $\to $ સમયનો આલેખ સુરેખ હોય તો કોઈ પણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો.
એક દડાને પડતો મૂક્યો છે અને તેના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે. (જમીનની સાપેક્ષે સ્થાનાંતર $x$ અને ઉપરની દિશામાં બધી રાશિઓ ધન છે.)
$(a)$ વેગ $\to $ સમયનો ગુણાત્મક આલેખ દોરો.
$(b)$ પ્રવેગ $\to $ સમયનો ગુણાત્મક આલેખ દોરો.