એક દડાને પડતો મૂક્યો છે અને તેના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે. (જમીનની સાપેક્ષે સ્થાનાંતર $x$ અને ઉપરની દિશામાં બધી રાશિઓ ધન છે.)
$(a)$ વેગ $\to $ સમયનો ગુણાત્મક આલેખ દોરો.
$(b)$ પ્રવેગ $\to $ સમયનો ગુણાત્મક આલેખ દોરો.
પડતા દડાની સમગ્ન ગતિ દરમિયાન સ્થાનાંતર $x$ ધન અને વેગ અધોદિશામાં હોવાથી ઋણ છે અને પ્રવેગ પણ અધોદિશામાં હોવાથી $a=-g$.
જમીન સાથે અથડામણ બાદ દડાનો વેગ ઉધ્વદિશામાં છે તેથી ધન પણ પ્રવેગ $a=- g$.
(a) દડાનાં વેગ $\rightarrow$ સમયનો આલેખ નીચે મુજબ મળે.
$(b)$ દડાના પ્રવેગ $\rightarrow$ સમયનો અાલેખ નીયે મુજબ મળે. અહી સમય સાથે પ્રવેગ અચળ છે.
પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?
પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.
એક કાર $V$ વેગથી ગતિ કરે છે. જો બ્રેક લગાવતા તે $20\; m$ અંતરે અટકે છે. જો કારનો વેગ બમણો કરવામાં આવે, તો બ્રેક લગાવવામાં આવે ત્યારે તે અટકતા પહેલા કેટલું અંતર કાપશે?
એક કણ ઉદ્ગમ બિંદુથી સ્થિર સ્થિતિમાં $6 m/s^2$ ના પ્રવેગથી $x$ દિશામાં અને $8 m/s^2$ ના પ્રવેગથી $y$ દિશામાં ગતિ કરતો હોય,તો $4 sec$ પછી તેણે કેટલા........$m$ સ્થાનાંતર કર્યું હશે?
પદાર્થની ગતિ પ્રવેગી હોય પણ તેને નિયમિત ગતિ કહેવાય તેનું ઉદાહરણ આપો.