$200 \;m$ ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને એક સાથે $15\; m s ^{-1}$ અને $30\; m s ^{-1}$ની પ્રારંભિક ઝડપથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાનમાં સમય સાથે થતા ફેરફારો દર્શાવે છે, તેની ચકાસણી કરો. હવાનો અવરોધ અવગણો અને સ્વીકારો કે જમીનને અથડાયા બાદ પથ્થર ઉપર તરફ ઊછળતા નથી. $g=10\; m s ^{-2}$ લો. આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેનાં સમીકરણો લખો.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $10 \,sec$ માં $27.5\, m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે.તો તેની પછીની $10 \,sec$ માં તેણે કેટલા.........$m$ અંતર કાપ્યું હશે?
ત્રિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી $1 \;m /s^2$ જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખમાર્ગ પર $10 \;s$ સુધી ગતિ કરે છે અને ત્યાર બાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. વાહન દ્વારા $n$ મી સેકન્ડ $(n = 1, 2, 3, ...)$ માં કપાયેલ અંતર વિરુદ્ધ $n$ નો આલેખ દોરો. પ્રવેગી ગતિ દરમિયાન આવા આલેખ માટે તમે શું ધારો છો ? એક સુરેખા કે પરવલય ?