કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિનાં સમીકરણો મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વ્યાખ્યા પરથી

$a=\frac{\mathrm{d} v}{\mathrm{d} t}$

$\mathrm{d} v=a \mathrm{d} t$

બંને બાજુ સંકલન લેતાં,

$\int_{u_{0}}^{v} \mathrm{d} v=\int_{0}^{t} a d t$

$=a \int_{0}^{t} \mathrm{d} t \quad  (a$ અચળ છે.)

હવે,

$\boldsymbol{v}-\boldsymbol{v}_{0} =\boldsymbol{a} t$

$\boldsymbol{v} =\boldsymbol{v}_{0}+\boldsymbol{a} t$

$\boldsymbol{v} =\frac{\mathrm{d} \boldsymbol{x}}{\mathrm{d} t}$

$\mathrm{d} x=v \mathrm{d} t$

બંને બાજુ સંકલન લેતાં,

$\int_{x_{0}}^{x} \mathrm{d} x=\int_{0}^{t} v \mathrm{d} t$

$=\int_{0}^{t}\left(v_{0}+a t\right) \mathrm{d} t$

$x-x_{0} =v_{0} t+\frac{1}{2} a t^{2}$

$x =x_{0}+v_{0} t+\frac{1}{2} a t^{2}$

આપણે લખી શકીએ,

$a=\frac{d v}{d t}=\frac{d v}{d x} \frac{d x}{d t}=v \frac{d v}{d x}$

$v \mathrm{d} v=a \mathrm{d} x$

બંને બાજુ સંકલન લેતાં, 

$\int_{u_{0}}^{v} v \mathrm{d} v=\int_{x_{0}}^{x} a \mathrm{d} x$

$\frac{v^{2}-v_{0}^{2}}{2}=a\left(x-x_{0}\right)$

$v^{2}=v_{0}^{2}+2 a\left(x-x_{0}\right)$

Similar Questions

નીચેનામાંથી કયો ગ્રાફ અચળ પ્રવેગી ગતિનો છે

એક સ્કુટર વિરામ સ્થાનેથી $t_{1}$ સમય માટે અચળ દર $a _{1}$ થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે $t _{2}$ સમય સુધી અચળ દર $a _{2}$ થી પ્રતિપ્રવેગીત થાય છે. $\frac{t_{1}}{t_{2}}$ નું સાચું મૂલ્ય ......

  • [JEE MAIN 2021]

એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $2.0\; m s ^{-2}$ ની પ્રવેગિત ગતિ કરે છે. $t=10$ સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી (જમીનથી $6 \,m$ ઊંચાઈએ) એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. $t = 11$ સેકન્ડે પથ્થરના $(a)$ વેગ અને $(b)$ પ્રવેગ કેટલા હશે ? (હવાનો અવરોધ અવગણો.)

એક કાર $150\,km/h$ ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે $27\,m$ અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર ($m$ માં) કાપીને સ્થિર થશે?

  • [JEE MAIN 2022]

સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ અને સમય $(t)$ વચ્ચેનો સંબંધ નીચે આપેલ છે. નીચેના સમીકરણમાંથી કયું એકરૂપ પ્રવેગીય ગતિની રજૂઆત કરે છે? [જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે]