$20\,kg$ નો બ્લોક ઘર્ષણવાળી સપાટી પર સ્થિર પડેલ છે.તેને ગતિમાં લાવવા $75\, N $ નું સમક્ષિતિજ બળ જરૂર પડે છે.તે ગતિમાં આવ્યા પછી $60\, N$ નું બળ અચળ ઝડપ રાખવા માટે જરૂર પડે છે.તો સ્થિત ઘર્ષણાંક કેટલો થાય?
બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય તો બ્લોક અને સપાટી વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગતું હશે?
$\frac{1}{3 \sqrt{3}}$ જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર $3\, kg$ દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે $60°$ કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય $3x$ છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. $3x$ નું મૂલ્ય ......... હશે.
$\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]$
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?
ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $10\,kg$ ના પડેલા લાકડાના બ્લોકને ખેંચવા માટે $49\, N$ બળની જરૂર પડે છે, તો ઘર્ષણાંક અને ઘર્ષણનો કોણ શોધો.