$800\, N/m$ બળ-અચળાંક ધરાવતા સ્પ્રિંગનું વિસ્તરણ $5 \,cm$ છે .તેની લંબાઇ $5 \,cm$ થી વધારીને $15 \,cm$ કરવા માટે કેટલા કાર્યની ($J$ માં) જરૂર પડે?
મૂળ સ્થિતિમાં રહેલ સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $L$ અને બળ અચળાંક $k$ છે તેને $x$ જેટલી નાની લંબાઈ માટે ખેંચવામાં આવે છે. ફરીથી તેને $y$ જેટલી ખેંચવામાં આવે છે. બીજી વાર થયેલા ખેંચાણ માટે થયેલ કાર્ય $.........$
ખેંચાયેલી સ્પ્રિંગમાં ખેંચાયેલા બળ વડે થતું કાર્ય ધન હોય કે ઋણ ?
કારના ઍક્સિડન્ટ (અથડામણ )ને તાદૃશ્ય $(Simulation)$ કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદેશ્ય વિચારો કે જેમાં $18.0\; km / h$ ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી $1000\; kg$ દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ $6.25 \times 10^{3} \;N m ^{-1}$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sqrt{2} \,kg$ દળ વાળા એક બ્લોકને એક ઢોળાવવાળી લીસી સપાટીની ટોચ પરથી છોડવામાં આવે છે. જો સ્પ્રિંગ નો સ્પ્રિંગ અચળાંક $100 \,N / m$ હોય અને ને $1 \,m$ સંકોચાયા બાદ બ્લોક સ્થિર સ્થિતિમાં આવતો હોય તો સ્થિર થયા પહેલાં બ્લોક કાપેલ અંતર ...... $m$ છે.