$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે :
$(i)$ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવો જોઈએ.
$(ii)$ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.
$(iii)$ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.
$(iv)$ 'મૅન્ડેલિયન લક્ષણો' નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.
જો કોઈ બેઇઝ જોડ અને પૂરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિઇક ઍસિડ ( $DNA$ અને $RNA$ ) એ દ્વિકૃત (duplication) થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમકે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે.
$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?
કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?
એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?
ગ્રિફીથે કોના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?