$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.
$ {K_1} + {K_2} $
$ \frac{{{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}} $
$ \frac{{{K_1} + 3{K_2}}}{4} $
$ \frac{{3{K_1} + {K_2}}}{4} $
જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........
$20\,\Omega$ અવરોધ અને $200\,V$ વૉલ્ટેજ ધરાવતા હીટર વડે ઓરડાનું તાપમાન ${20^o}C$ જાળવી રાખવામા આવે છે.આખા ઓરડામાં તાપમાન એકસમાન છે અને ઉષ્મા $0.2\,cm$ જાડાઈ અને $1{m^2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા કાચની બારી વડે પ્રસારિત થાય તો બહારનું તાપમાન ....... $^oC$ હશે. કાચની ઉષ્માવાહકતા $K=0.2$ અને $J = 4.2 J/cal$
બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.
આપેલ આકૃતિ અનુસાર, $K$ અને $2K$ જેટલી ઉષ્મીય વાહક્તા ધરાવતી બે તક્તિઓ $A$ અને $B$ ને એકસાથે જોડી એક સંયુક્ત તક્તિ બનાવવામાં આવે છે. તક્તિઓની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ અને દરેેક તક્તિના આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm ^{2}$ છે. સંયુક્ત તક્તિની સમતુલ્ય ઉષ્મીય વાહક્ત $\left(1+\frac{5}{\alpha}\right) K$ છે. તો $\alpha$ નું મૂલ્ય ............... થશે.
ત્રણ સમાન દ્રવ્ય, સમાન લંબાઈ અને સમાન આડછેદ વાળા સળિયાને જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.ડાબી અને જમણી બાજુને અનુક્રમે ${0^o}C$ અને ${90^o}C$ તાપમાને રાખેલ છે. તો ત્રણેય સલિયાના જંકશન પાસેનું તાપમાન ....... $^oC$ થાય?