મુક્ત પતન કરતા પદાર્થની યાંત્રિક ઊર્જા......
દરેક ક્ષણે અચળ હોય છે
શરૂઆતમાં મહત્તમ હોય
શરૂઆતમાં ન્યુનત્તમ હોય
મધ્યવર્તીં સ્થાને મહત્તમ હોય
બે ઘર્ષણરહિત રસ્તાઓ એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને $A$ પાસે મળે છે, જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે ( આકૃતિ ). શું બંને પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે ? શું બંને ત્યાં એકસરખી ઝડપથી પહોંચશે? સમજાવો. અહીંયાં $\theta_{1}=30^{\circ}, \theta_{2}=60^{\circ},$ અને $h=10\; m ,$ આપેલ હોય, તો બંને પથ્થરોની ઝડપ અને તેમણે લીધેલ સમય કેટલા હશે ?
$50 kg$ ના બોમ્બને $100 m/sec$ ના વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. $5 sec$ પછી તેના $ 20kg $ અને $ 30kg $ ના બે ટુકડા થાય છે. $20kg$ નો ટુકડો $150 m/sec$ ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
$10\, kg$ નો દડો $10 \sqrt{3} m / s$નાં વેગથી $x-$અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા $20\, kg$ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,$20\, kg$નાં દડાના બે ટુકડા થાય છે.એક $10\, kg$નાં ટુકડા $y-$ અક્ષ પર $10$ $m / s$નાં વેગથી ગતિ કરે છે.બીજો $10\, kg$નો ટુકડો $x-$અક્ષ સાથે $30^{\circ}$ નાં ખૂણે $x\, m / s$નાં વેગથી ગતિ કરે છે , તો $x=......$
હિલિયમ ભરેલ બલૂન ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ઊંચે ચઢતાં તેની સ્થિતિઊર્જા વધે છે. જેમ-જેમ તે ઊંચે ચઢે તેમ-તેમ તેની ઝડપમાં પણ વધારો થાય છે. આ હકીકતનું યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સમાધાન (સમજૂતી) કરશો ? હવાની ચાનતા અસરને અવગણો અને હવાની ઘનતા અચળ ધારો.
$m $ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $v_0$ વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય છે.તો ગોળો કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?