$0.5 kg$ દળનો એક પદાર્થ $1.5 m/s$ ની ઝડપ સાથે સમક્ષિતિજ લીસા પૃષ્ઠ પર ગતિ કરે છે. આ પદાર્થ જેનો બળ અચળાંક $k = 50 N/m$ હોય તેવી અવગણ્ય વજન ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલા ....$m$ હશે ?
$0.15 $
$0.12$
$1.5$
$0.5 $
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં $1, 2 $ અને $3 $ માર્ગે થતું કાર્ય ${W_1},\,\,{W_2}$ અને ${W_3}$ હોય,તો
જવાબ આપો :
$(a)$ રોકેટનું અસ્તર $(Casing)$ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્માઊર્જા મળે છે ? રૉકેટ કે વાતાવરણના
$(b)$ સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય $(Highly\, Elliptical)$ કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે ?
$(c)$ પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ, વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે ?
$(d)$ આકૃતિ $(i)$ માં, એક માણસ તેના હાથોમાં $15 \,kg$ દળ ઊંચકીને $2\, m$ જેટલું ચાલે છે. આકૃતિ $(ii)$ માં, તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે $15 \,kg$ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે ?
એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.
જો પદાર્થના વેગમાનમાં $ 100\ \%$ વધારો કરવામાં આવે, તો તેની ગતિઊર્જામાં ......... $(\%)$ ટકા વધારો થાય.