એક ટેબલ પર $k $ બળ અચળાંક ધરાવતી સ્પ્રિગને શિરોલંબ જડેલ છે. $m$ દળનો બોલ $h$ ઊંચાઈએથી સ્પ્રિગના મુકત છેડા પર શિરોલંબ પડે છે તેથી સ્પ્રિગ $d$ જેટલી સંકોચાય છે. તો આ ક્રિયામાં થતુ કુલ કાર્ય ……
$mg(h + d) +\frac{1}{2}kd^2$
$mg(h + d) -\frac{1}{2}kd^2$
$mg(h - d) +\frac{1}{2}kd^2$
$mg(h - d) -\frac{1}{2}kd^2$
એક કણ એ બળ $F=7-2 x+3 x^2$ ની અસર હેઠળ $x-$અક્ષ પર $x=0$ થી $x=5$ મીટર ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય છે...
એક રાઈફલ ની ગોળી એક પાટિયાંમાંથી આરપાર થવામાં તેનો $\left(\frac{1}{20}\right)^{th}$ જેટલો વેગ ગુમાવે છે. ધારો કે પાટિયું એ અચળ અવરોધક બળ ધરાવતું હોય તો તે ગોળી ને રોકી દેવા માટે ઓછા માં ઓછા કેટલા પાટિયાં જોશે
બળ અચળાંક $k$ વાળી એક શિરોલંબ સ્પ્રિંગને ટેબલ પર જોડેલી છે. $m$ દળનો એક દડો $h$ ઊંચાઈએ થી સ્પ્રિંગના ઉપલા મુક્ત છેડા પર શિરોલંબ નીચે તરફ પતન કરવવામાં આવે છે કે જેથી સ્પ્રિંગમાં $d$ અંતર જેટલું સંકોચન થાય. આ પ્રક્રિયા માં થયેલું કુલ કાર્ય કેટલું હશે?
સાચા વિકલ્પ નીચે લીટી કરો :
$(a)$ જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે, પદાર્થની સ્થિતિઊર્જા વધે છે ઘટે છે અચળ રહે છે.
$(b)$ પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશાં તેની ગતિ ઊર્જા/સ્થિતિઊર્જાના ઘટાડામાં પરિણમે છે.
$(c)$ વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળતંત્ર પરનાં આંતરિક બળોના સરવાળાને સપ્રમાણ હોય છે.
$(d)$ બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિઊર્જા/કુલ રેખીય વેગમાન બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઊર્જા છે.
$m_1 $ અને $m_2$ દળના પદાર્થની ગતિઊર્જા સમાન હોય,તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?