એક બોલને સ્થિર સ્થિતિએ $5$ મીટર ઉંચાઈ પરથી ફેંકવામાં આવે છે તે  લીફટ ના તળિયે અથડાય છે અને પાછો ફરે (ઉછળે)  છે. આ અથડામણ સમયે લીફટ $1 m/sec$ ના વેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. અથડામણ થયા પછી તરત જ પાછા ફરતા બોલનો વેગ કેટલા ............. $\mathrm{m/sec}$ હશે ?

  • A

    $10 $

  • B

    $11$

  • C

    $12 $

  • D

    $13 $

Similar Questions

કણની ગતિ ઊર્જા $300\%$  જેટલી વધે છે વેગમાનમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.

સ્પ્રિંગ અચળાંક $k$ હોય એવી આદર્શ સ્પ્રિંગને છત પરથી લટકાવેલી છે અને તેના નીચેના છેડે $M$ દળનો એક ટુકડો જોડેલો છે. પ્રારંભમાં સ્પ્રિંગને ખેંચેલી ન હોય તેની દળે મુક્ત થાય છે. તો સ્પ્રિંગમાં થતું મહત્તમ વિસ્તરણ કેટલું હશે ?

જવાબ આપો :

$(a)$ રોકેટનું અસ્તર $(Casing)$ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્માઊર્જા મળે છે ? રૉકેટ કે વાતાવરણના

$(b)$ સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય $(Highly\, Elliptical)$ કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે ?

$(c)$ પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ, વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે ?

$(d)$ આકૃતિ $(i)$ માં, એક માણસ તેના હાથોમાં $15 \,kg$ દળ ઊંચકીને $2\, m$ જેટલું ચાલે છે. આકૃતિ  $(ii)$ માં, તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે $15 \,kg$ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે ?

ન્યુટ્રેાન સ્થિર ડયુટેરોન સાથે હેડ ઓન સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. આ સંઘાતમાં ન્યુટ્રેાનની ઊર્જાનો ગુમાવેલો અંશ ……

$1250 kg $ ની કાર  $ 30ms^{-1.}$ ના  વેગથી ગતિ કરે છે  $. 750 N$  નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$  પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$