ખરબચડા માર્ગ (પથ)ના બિંદુ $A$ આગળ $1 kg $ દળનો એક ટુકડો મૂકેલો છે. તેને હળવેથી જમણી બાજુએ ધક્કો લગાડવામાં આવે છે. તે ઢાળ પર સરકીને $B$ બિંદુએ પહોંચે છે. $A$  બિંદુથી $B$ બિંદુ મુસાફરી દરમિયાન ટુકડા પર લાગતા ઘર્ષણ બળ વડે થતું કાર્ય .............. $\mathrm{J}$ શોધો.

  • A

    $2$

  • B

    $-1$

  • C

    $1.2$

  • D

    $-1.96$

Similar Questions

બળ અચળાંક $k$ વાળી એક શિરોલંબ સ્પ્રિંગને ટેબલ પર જોડેલી છે. $m$ દળનો એક દડો $h$ ઊંચાઈએ થી સ્પ્રિંગના ઉપલા મુક્ત છેડા પર શિરોલંબ નીચે તરફ પતન કરવવામાં આવે છે કે જેથી સ્પ્રિંગમાં $d$ અંતર જેટલું સંકોચન થાય. આ પ્રક્રિયા માં થયેલું કુલ કાર્ય કેટલું હશે?

એક $M $ દળના લાકડાના ટુકડાને એક દોરી વડે સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. એક $m$ દળની ગોળી $v$ વેગ સાથે એક ટુકડા આગળથી પસાર થાય છે અને તે જ દિશામાં $ v/2$  વેગ સાથે પાછી ફરે છે. જો તેમની ગતિ ઊર્જા કોઈપણ પ્રકારનો ક્ષય થતો ન હોય તો કેટલી ઉંચાઈએ ટુકડો પહોંચ્યો હશે?

એક કણ પર $\hat F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\hat  d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, તો $c$ નું મૂલ્ય શોધો.

અચળ બળની અસર હેઠળ અમુક નિયત અંતર માટે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિની શરૂઆત કરે છે. $m $ દળના પદાર્થની ગતિ ઊર્જા....... ના સમપ્રમાણમાં હોય છે.

એક દોરડાનો ઉપયોગ $M $ દળના એક ટુકડાને અંતરે આવેલા સ્થાન સુધી અધો દિશામાં અચળ પ્રવેગ $g/2 $ થી શિરોલંબ રીતે નીચે લઈ જવા માટે થાય છે. દોરડા પર રહેલા ટુકડા દ્વારા થતું કાર્ય કેટલું હશે ?