ગરમ પાણીથી ભરેલ ડોલનું પાણી $75°C$ થી $70°C$ સુધી ઠંડુ $T_1$ સમયમાં, $70°C$ થી $65°C$. $T_2$ સમયમાં અને $65°C$ થી $60°C$ $T_3$ સમયમાં થાય ત્યારે..

  • A

    $T_1 = T_2 = T_3$

  • B

    $T_1 > T_2 > T_3$

  • C

    $T_1 < T_2 < T_3$

  • D

    $T_1 > T_2 > T_3$

Similar Questions

$R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું બે અર્ધવર્તૂળાકાર ભાગથી બનેલું છે. બે ભાગને ધાતુની સ્ટ્રીપ દ્વારા ભેગા રાખેલા છે. જેનું આડછેદનું ક્ષેત્રફળ $S$ અને લંબા ઈ $L$ છે. $L$ એ $2\pi R$ કરતાં સહેજ વધારે છે રીંગને  પૈડા પર બેસાડવા માટે રીંગને $\Delta T$ તાપમાન સુધી કરવામાં આવે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલસ $Y$ છે. પૈડાના બીજા ભાગ પર લાગતું બળ ......છે.

હાઇડ્રોજન $(H_2)$ વાયુ માટે $C_P - C_V = a$ અને ઑક્સિજન વાયુ $(O_2)$ માટે $C_P - C_V = b$ છે, તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ જણાવો.

સમાન પ્રકારના નળાકાર ઉત્સર્જકના વક્રની ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ અને તેના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે. ત્યારે તેમના દ્વારા ઉત્સર્જાતા ઉષ્માનો જથ્થાનો ગુણોત્તર .......છે. (નળાકાર માટે લંબાઈ ત્રિજ્યા)

બે પાત્ર સમાન આકાર અને દિવાલની જાડાઈ ધરાવે છે પરંતુ તેમનો અલગ એલગ પદાર્થના છે. તેમાં સમાન જથ્થામાં $0°C$ નો બરફ ભરવામાં આવે છે. જો બરફ અનુક્રમે $10$ અને $25$ મિનિટમાં સંપૂર્ણ પણે પીગળી જતો હોય તો પાત્રોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

એક સેન્ટીગ્રેડ અને ફેરનહીટ થરમૉમીટરને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે છે. ત્યારબાદ પાણીના તાપમાનમાં જ્યાં સુધી ફેરનહીટ થરમૉમીટર $140 °F$ તાપમાન ન દર્શાવે ત્યાં સુધી ઘટાડો કરવામાં આવે છે, તો તેને અનુરૂપ સેન્ટીગ્રેડ થરમૉમીટર ...... $^oC$ તાપમાનનો ઘટાડો દર્શાવશે.