બ્રાસના બે સળિયાઓ $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $l$ અને $2l$ છે તથા ત્રિજ્યા અનુક્રમે $2r$ અને $r $છે. જો બંનેને એકસરખા તાપમાન સુધી ગરમ કરવામાં આવે, તો સળિયા $A$ અને $B$ ના કદમાં વધારાનો ગુણોત્તર .....
$1 : 1$
$1 : 2$
$2 : 1$
$1 : 4$
આદર્શવાયુનું ઓરડાના તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય જણાવો.
એક મોટા સ્ટીલનાં પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધબેસતું કરવું છે. $27 \,^oC$ તાપમાને ધરીનો બહારનો વ્યાસ $8.70\, cm$ અને પૈડાના કેન્દ્રમાં રહેલ છિદ્ર (હૉલ)નો વ્યાસ $8.69\, cm$ છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીનાં કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે. જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે. તેમ સ્વીકારો $\alpha_{steel} =1.20 \times 10^{-3} \;K ^{-1}$.
એક વિધાર્થી એક સળિયાની પ્રારંભિક લંબાઈ $l$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને લંબાઈમાં ફેરફાર $\Delta l$ નીચે મુજબ નોંધે છે.
અ.નં. | $l(m)$ | $\Delta T{(^o}C)$ | $\Delta l(m)$ |
$(1)$ | $2$ | $10$ | $4\times 10^{-4}$ |
$(2)$ | $1$ | $10$ | $4\times 10^{-4}$ |
$(3)$ | $2$ | $20$ | $2\times 10^{-4}$ |
$(4)$ | $3$ | $10$ | $6\times 10^{-4}$ |
જો પ્રથમ અવલોકન સાચું હોય, તો $2,\,3$ અને $4$ અવલોકનો માટે તમે શું કહી શકો ?
ધાતુની પટ્ટી $25^{\circ} C$ તાપમાને સાચું મૂલ્ય દર્શાવે છે. લાકડાનો ટુકડો $10^{\circ} C$ તાપમાન ધાતુની પટ્ટીથી માપવામાં આવે છે. ત્યારે $30 \,cm$ માપ દર્શાવે છે તો લાકડાના ટુકડાની સાચી લંબાઈ કેટલી હશે ?
ઘન પદાર્થોને ગરમ કરતાં તેની ઘનતા કેવી રીતે બદલાય છે ?